મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદના રેલવે વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર

અમદાવાદના વિકાસ અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે જનપ્રતિનિધિઓ અને રેલવે અધિકારીઓ વચ્ચે મ

અમદાવાદના વિકાસ અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે જનપ્રતિનિધિઓ અને રેલવે અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ તથા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અમદાવાદ સ્ટેશનના પુનર્વિકાસ, ફાટક મુક્ત ભારત અભિયાન હેઠળ ROB અને RUB પ્રોજેક્ટોને ઝડપી બનાવવા તેમજ આંબલી રોડ, મણિનગર અને ઓમનગર વિસ્તારના વિકાસ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. અસારવા સ્ટેશન પર નવા પ્રવેશદ્વાર અને પ્લેટફોર્મ વિસ્તરણની યોજના પણ રજૂ થઈ. વટવામાં 100 લાઇન કોચિંગ ડિપો તથા ગોરા-ઘૂમા RUB ટૂંક સમયમાં ખુલ્લો મુકવાની તૈયારી છે. શહેરના રેલવે વિકાસને નવું ગતિમાન આપવા ભાર મૂકાયો છે.

આ સમાચાર શેર કરો