VIDEO : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બિહારથી સાયબર ઠગને દબોચ્યો
NEET UG 2026ની પરીક્ષા રદ થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શરૂ કરાયેલી ફી રિફંડ પ્રક્રિયામાં મોટું

NEET UG 2026ની પરીક્ષા રદ થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શરૂ કરાયેલી ફી રિફંડ પ્રક્રિયામાં મોટું સાયબર કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બિહારના ગયા ખાતેથી ૧૯ વર્ષીય સાયબર ઠગ નવીનકુમાર શંકર પ્રસાદની ધરપકડ કરી છે.BScનો અભ્યાસ કરતો આ આરોપી ઉમેદવારોના પોર્ટલ એકાઉન્ટને ટાર્ગેટ કરી 'બ્રુટફોર્સ અટેક' દ્વારા પાસવર્ડ ક્રેક કરતો હતો. ત્યારબાદ ગેરકાયદે લોગીન કરી પાસવર્ડ બદલી નાખતો અને વિદ્યાર્થીઓને મળવાપાત્ર રિફંડની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતો હતો. અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. પોલીસ તપાસમાં ભોગ બનનાર વિદ્યાર્થીઓનો આંકડો હજી પણ વધવાની આશંકા છે.




