VIDEO: ટેકાના ભાવે મગફળીની વહેલી ખરીદી ચાલુ કરવા માંગ સાથે ખેડૂતોના ધરણા
રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદી ન થતી હોવાના મુદ્દે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે.
રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદી ન થતી હોવાના મુદ્દે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. સરકાર તરફથી મગફળીનો ટેકાનો ભાવ 1456 પ્રતિ મણ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ હકીકતમાં ખેડૂતોને ખુલ્લા બજારમાં ફક્ત 800થી 1000 રૂ. પ્રતિ મણ ભાવ મળી રહ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે એક ખેડૂત દીઠ ઓછામાં ઓછું 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવે. સાથે જ, ખેડૂતોએ માંગ કરી છે કે મગફળી ખરીદી લાભ પાંચમથી નહીં, પણ દિવાળીના પૂર્વે શરૂ કરવી જોઈએ, જેથી ખેડૂતોએ તહેવાર માટે રોકડ સહાય મળી શકે.વિરોધના ભાગરૂપે કોંગ્રેસે બહુમાળી ભવન ચોક ખાતે ધરણા યોજ્યા, જેમાં લલિત વસોયા, લલિત કાગથરા અને શહેર પ્રમુખ રાજદીપસિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.




