મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિરમગામમાં ડાંગર કૌભાંડ મામલે ખેડૂતોનું વિધાનસભા ગેટ પર વિરોધ પ્રદર્શન, ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ નારેબાજી

વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડ મુદ્દે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આ મામલે ચુકવણીથી વંચ

વિરમગામમાં ડાંગર કૌભાંડ મામલે ખેડૂતોનું વિધાનસભા ગેટ પર વિરોધ પ્રદર્શન, ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ નારેબાજી

વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડ મુદ્દે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આ મામલે ચુકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભા પહોંચ્યા હતા, જ્યાં વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે જ ડાંગર કૌભાંડ મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં ડાંગર ખેડૂતો વિધાનસભા ગેટ પર વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.

શું છે સમગ્ર ઘટના?

વિરમગામમાં તારીખ 20 નવેમ્બરથી માંડીને 31મી ડિસેમ્બર-2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદીમાં રૂ.3.76 કરોડનું કૌભાંડ થયું હતું. આ મામલે વિરોધ કરવામાં આવતા તમામ વિરોધકર્તા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય હાર્દિક પટેલ પર મોટા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા તેમજ હાર્દિક પટેલ હાય હાય ના નારા લગાવવામાં આવ્યા હતા. ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

આ સમાચાર શેર કરો