મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kutch: 765 kV વીજ લાઇન સામે ખેડૂતોનો વિરોધ, ભુજમાં કિસાન સંઘર્ષ સમિતિની યોજાઈ સભા

કચ્છના ભચાઉના વાંઢિયા અને ભુજના લોડાઈ ગામમાં અદાણી કંપની દ્વારા નાખવામાં આવી રહેલી 765 kV વીજ લાઇન અને ખેતરોમાં વી

Kutch: 765 kV વીજ લાઇન સામે ખેડૂતોનો વિરોધ, ભુજમાં કિસાન સંઘર્ષ સમિતિની યોજાઈ સભા

કચ્છના ભચાઉના વાંઢિયા અને ભુજના લોડાઈ ગામમાં અદાણી કંપની દ્વારા નાખવામાં આવી રહેલી 765 kV વીજ લાઇન અને ખેતરોમાં વીજપોલ ઊભા કરવા મુદ્દે વિવાદ વધુ ઘેરો બન્યો છે.  ખેડૂતોને પૂરતું વળતર ન મળતા તેઓ લાંબા સમયથી તેનો વિરોધ કરી રહ્યા છે આજે આ વિરોધને સમર્થન આપવા માટે ભુજ ખાતે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સભામાં કોંગ્રેસના કિસાન નેતા પાલ આંબલિયા સહિતના અગ્રણીઓ ખેડૂતોના સમર્થનમાં જોડાયા હતા. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે કંપની દ્વારા રૂ. 2,000 પ્રતિ ચોરસ મીટર વળતર આપવાને બદલે તેમને રૂપિયા 5,000 પ્રતિ ચોરસ મીટરના દરે વળતર ચૂકવવામાં આવે. જો આ વળતર શક્ય ન હોય તો વીજ પોલ માટે રોકાયેલી જમીનનું કંપની દ્વારા પ્રતિમાસ ભાડું ચૂકવવામાં આવે. ત્યારે હવે ખેડૂતોના સમર્થનમાં નેતાઓના જોડાવાથી આ મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વીજ લાઇન નાખવાનું કામ આગળ વધારવા દેવામાં આવશે નહીં

આ સમાચાર શેર કરો