VIDEO: Chhotaudepurમાં ખાતરની તંગીથી હાલાકી, ખેતરની જગ્યાએ ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર
હાલ ચોમાસાના સમયે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. પરંતુ, છોટાઉદેપુર તાલુકાના ખેડૂતોને ખાતર
હાલ ચોમાસાના સમયે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. પરંતુ, છોટાઉદેપુર તાલુકાના ખેડૂતોને ખાતર મેળવવા માટે ફક્ત ધરમના ધક્કા જ ખાવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં એક ખાતરનો ડેપો છે. જ્યાં વહેલી સવારથી લાંબી લાંબી કતારો લાગી છે. ખેડૂતોનું કહેવું છે કે, આજે જ નહીં છેલ્લા ત્રણ દિવસથી રોજ આવવું પડે છે. ફરી નીરાશ થઈ પાછા જવાનો વારો આવે છે. જેનું કારણ ખાતરના ડેપો મેનેજરનું કહેવું છે કે પૂરતા પ્રમાણ માં ખાતર આવતું ના હોય જે જે જથ્થો હોય તે આપવામાં આવે છે.



