મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot News: ડાઇંગ ઉદ્યોગની પાઇપલાઇન નાખવાને મામલે ખેડૂતોનો ઉગ્ર વિરોધ

Rajkot News: રાજકોટમાં ફરી એક વખત ખેડૂતો વિરોધ ઉપર ઉતરી આવ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં તોરણીયા જેત

Rajkot News: ડાઇંગ ઉદ્યોગની પાઇપલાઇન નાખવાને મામલે ખેડૂતોનો ઉગ્ર વિરોધ

Rajkot News: રાજકોટમાં ફરી એક વખત ખેડૂતો વિરોધ ઉપર ઉતરી આવ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં તોરણીયા જેતપુર ડાઈંગ ઉધોગના પાઈપના વિરોધ માટે ખેડૂતો સરકારની સામે ઉતર્યા છે. પોરબંદરના દરિયા સુધી પાઇપ પહોંચે પહેલા ધોરાજી પંથકમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની જમીનમાંથી ડાઇંગ ઉદ્યોગની પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે. આ માટે ખેડૂતોના ખેતરમાં જેસીબી સહિતના સાધનો પહોંચતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ દરમિયાન જેસીબીના મશીનને રોકવા માટે મહિલાઓ પાવડામાં બેસી ગઈ હતી. પોરબંદરમાં જેતપુર ઉદ્યોગની પાઇપલાઇન મારફતે પાણી દરિયામાં ઠલાવવામાં આવનાર છે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી પાઇપ લાઇન મામલે ખેડૂતોએ આક્ષેપો લગાવ્યા હતા. ઉબેણ ડેમને કેમિકલ યુક્ત બનાવી નાખ્યું હવે ખેડૂતોનો વારો છે. ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવામાં આવતી પાઇપ લાઇનથી ખેડૂતોને નુકસાન થશે. જેતપુર ડાંઈગ ઉદ્યોગના મળતિયા મીડિયાને કવરેજ કરતા રોકવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો મીડિયા સુધી પહોંચતા દબાવવા માટે અંગત માણસો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો