મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં જામકંડોરણાના બસ સ્ટેન્ડ પાસે ખાનગી બસ‌ની અડફેટે આવી જતાં પ્રોઢનું મોત

ગુજરાતમાં અકસ્માતની હારમાળ સર્જાઈ છે તેમ એક પછી એક સતત અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં રાજકોટમાંથી

રાજકોટમાં જામકંડોરણાના બસ સ્ટેન્ડ પાસે ખાનગી બસ‌ની અડફેટે આવી જતાં પ્રોઢનું મોત

ગુજરાતમાં અકસ્માતની હારમાળ સર્જાઈ છે તેમ એક પછી એક સતત અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં રાજકોટમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા બસ સ્ટેન્ડ પાસે ઉભેલા એક પ્રોઢ પર બસ ફરી વળતાં પ્રોઢનું કરુણ મોત નિપજ્યું હતું.

રાજકોટ જિલ્લામાં જામકંડોરણાના બસ સ્ટેન્ડ પાસે ઉભેલા 67 વર્ષીય પ્રોઢ ખાનગી બસ‌ની અડફેટે આવી ગયા હતા, જેમાં બસનું ટાયર તેમના ફરી વળતા પ્રોઢનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. જામકંડોરણાના બસ સ્ટેન્ડ પાસેથી પેસેન્જર ભરીને આગળ ધપાવતા ત્યાં ઉભેલા 67 વર્ષીય મહેન્દ્રભાઈ  કરશનભાઈ ભાટિયા ઉપર ટાયર ફરી વળતાં તેમનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકોને ખબર પડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા જામકંડોરણા પોલીસ તંત્ર ધ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં પ્રોઢના અવસાનને લઈ સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ સમાચાર શેર કરો