મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ગોંડલ અક્ષર મંદિરે ખેડૂત સંમેલન યોજાયું

ગોંડલના સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે '12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' સૂત્ર સાથે ભવ્ય ખેડૂત સંમેલ

ગોંડલના સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે '12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' સૂત્ર સાથે ભવ્ય ખેડૂત સંમેલન તથા પ્રાકૃતિક ખેતી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કૃષિમંત્રી જીતુ વાઘાણી, મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના અનેક ધારાસભ્યો અને રાજકોટ જિલ્લાના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો અને ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનો અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. ઉપસ્થિત અગ્રણીઓએ ખેડૂતોને આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન પૂરું પાડીને પ્રગતિના નવા આયામો વિશે ચર્ચા કરી હતી.

આ સમાચાર શેર કરો