મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીમાં ખેડૂતનું અપહરણ કરી ખંડણી વસૂલાઈ, પરિવારે રોકડ અને દાગીના મળી આપ્યા 8.45 લાખ

નવસારીના જલાલપોર તાલુકાના પનાર ગામમાં જમીન જોવાના બહાને એક ખેડૂતનું અપહરણ કરી ખંડણી પડાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્

નવસારીમાં ખેડૂતનું અપહરણ કરી ખંડણી વસૂલાઈ, પરિવારે રોકડ અને દાગીના મળી આપ્યા 8.45 લાખ

નવસારીના જલાલપોર તાલુકાના પનાર ગામમાં જમીન જોવાના બહાને એક ખેડૂતનું અપહરણ કરી ખંડણી પડાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 64 વર્ષીય ખેડૂત મુસેજી ઈસમાલ તાઈને જમીન જોવા આવેલા હેમંતભાઈ, અક્રમભાઈ, રાજાભાઈ અને એક અજાણ્યા શખ્સે તેમની જ કારમાં અપહરણ કરી લીધા હતા.

આ પણ વાંચોઃ નસવાડીના પલાસણીમાં 9 માસથી સ્લેબ ડ્રેઈનની કામગીરી અધૂરી, કડક કાર્યવાહીની માગ સાથે ગ્રામજનોમાં આક્રોશ

રકમ મળ્યા બાદ ખેડૂતને મુક્ત કરાયો

15મી જાન્યુઆરીના રોજ બપોરે 12:30 થી સાંજે 6:30 દરમિયાન બનેલી આ ઘટનામાં અપહરણકારોએ ખેડૂતને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ખેડૂતના પરિવારજનોને ફોન કરી ખંડણીની માગણી કરી હતી. ભયભીત પરિવારે રોકડ રકમ અને દાગીના મળી કુલ 8.45 લાખ રૂપિયા આપ્યા હતા. રકમ મળ્યા બાદ અપહરણકારોએ ખેડૂતને છોડી દીધા હતા અને ફરાર થઈ ગયા હતા.

ખેડૂતોમાં ભયનો માહોલ

આ ગંભીર ઘટના અંગે ખેડૂતે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને ખંડણી વસૂલાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો