મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં અનેરી નાઈટમાં પરિવારો થયા સન્માનિત

સુરતમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્નની ઊજવણી અને સન્માન માટે એક યાદગાર સાંજનું આયોજન કર્યું હતું. આ સમારંભમાં સુરતના 1,06,325 પરિવ

સુરતમાં અનેરી નાઈટમાં પરિવારો થયા સન્માનિત

સુરતમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્નની ઊજવણી અને સન્માન માટે એક યાદગાર સાંજનું આયોજન કર્યું હતું. આ સમારંભમાં સુરતના 1,06,325 પરિવારોને સન્માનિત કરાયા હતા જેઓ આ વારસાનો અભિન્ન હિસ્સો બન્યા હતા. દાયકાઓ પૂર્વે સુરતમાં પ્રારંભ કરનાર તનિષ્કને ખુલ્લા દિલથી આવકારવામાં આવી અને જીવનની નાની-મોટી ઊજવણીઓને સાથે મળીને મનાવવાની પ્રતિબદ્ધતા સ્થાપવામાં આવી. સુરતના ગ્રાહકો તરફથી મળેલા અદ્વિતીય સહકાર અને પ્રેમ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માટે આ સમારંભમાં તનિષ્કની શ્રેષ્ઠ જ્વેલરીથી સુશોભિત માનવંતા ગ્રાહકોના નેતૃત્વમાં એક ગ્લેમરસ ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. 

તનિષ્કના ચીફ માર્કેટિંગ ઓફિસર તેલ્કી ત્શેરિંગે કહ્યું કે, અમે સુરતના 1,06,325 પરિવારોએ દર્શાવેલા વિશ્વાસ અને નિઃસ્વાર્થ પ્રેમની ઊજવણી કરવા ભેગા થયા છીએ. તેમની સૌથી પ્રિય યાદોનો એક ભાગ બનવું અને અનેક દાયકાથી તેમની નવવધૂઓને શણગારવી એ અમારો વિશેષાધિકાર રહ્યો છે. અમે તેની ઉજવણી કરીએ છીએ ત્યારે અમે આજે અમારું નવીનતમ ડાયમંડ જ્વેલરી કલેક્શન ‘Unbound’ લોન્ચ કરીએ છીએ જે તેમના વ્યક્તિત્વથી પ્રેરિત છે. તનિષ્ક ‘Unbound’ એ કેવળ એક કલેક્શન નથી, પરંતુ તેની દુનિયા, તેની વાર્તા અને તેના સારને નમન છે. 

ડી બીયર્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અમિત પ્રથિહારીએ કાર્યક્રમમાં કહ્યું કે, અમે (ડી બીયર્સ ગ્રુપ) કુદરતી હીરાની દુનિયામાં મનમોહક પ્રવાસ દર્શાવવા માટે એક ખાસ ડાયમંડ એક્સપિરિયન્સ ઝોનની સ્થાપના કરી છે, જે તેમની દુર્લભતા, ચિરકાલિનતા, મૂલ્ય અને વિશિષ્ટતા ઉજાગર કરે છે. અતિથિઓએ નવીન ડિસ્પ્લે દ્વારા કુદરતી હીરા વિશે રસપ્રદ તથ્યો જાણ્યા હતા. તેમણે જેન્યુઇન રફ અને પોલિશ્ડ ડાયમંડ્સ સાથે ખાણથી હાથની કારીગરી સુધીની સફર જોઈ હતી. ઇન્ટરેક્ટિવ સ્ક્રીન્સે 4Cs-કટ, કલર, ક્લેરિટી અને કેરેટની ઊંડાણપૂર્વકની સમજ પૂરી પાડી હતી.

આ સમાચાર શેર કરો