મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાંથી ઝડપાઇ નકલી સ્કૂલ,  વિદ્યાર્થીઓ ગેરહાજર પણ શિક્ષક 10 વર્ષથી પગાર મેળવતા હોવાનો ખુલાસો

ગુજરાતમાંથી નકલી PMO અધિકારી, નકલી જજ, નકલી કોલેજ બાદ હવે નકલી શાળા ઝડપાઇ છે. ધોરાજીના છાડવાવદર ગામમાં બોગસ સ્કૂલ સામે આવી છે.

ગુજરાતમાંથી ઝડપાઇ નકલી સ્કૂલ,  વિદ્યાર્થીઓ ગેરહાજર પણ શિક્ષક 10 વર્ષથી પગાર મેળવતા હોવાનો ખુલાસો

ગુજરાતમાંથી નકલી PMO અધિકારી, નકલી જજ, નકલી કોલેજ બાદ હવે નકલી શાળા ઝડપાઇ છે. ધોરાજીના છાડવાવદર ગામમાં બોગસ સ્કૂલ સામે આવી છે. ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે.

ધોરાજીમાંથી ઝડપાઇ નકલી સ્કૂલ

ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં જે.જે.કાલરીયા સ્કૂલ બોગસ હોવાનો ખુલાસો થયો છે. ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા આ મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઇ રહ્યાં છે પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની માધ્યમિક સ્કૂલ ચાલી રહી હતી. સ્કૂલમાં વિદ્યાર્થીઓ ગેરહાજર પણ શિક્ષક 10 વર્ષથી સરકારી પગાર મેળવતા રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

રાજકારણીઓના ચાર હાથ હોવાનો ખુલાસો

આ સ્કૂલ પાછળ રાજકારણીઓના ઓથ હેઠળ ધમધમી રહી હોવાનો ગ્રામજનો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળા 9 અને 10ની ગ્રાન્ટ મેળવતી  હતી. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ ખોટું હોવાનું ખુલ્યું છે. વિદ્યાર્થીઓ આવતા નથી તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય આ સ્કૂલમાં કરવામાં આવતું હતું.

આ પણ વાંચો: Video: કેવી રીતે ભણશે ગુજરાત? અહિં ધોરણ 1થી 5ના બાળકો એક જ ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર

હાલ તો આ બોગસ સ્કૂલનો વિવાદ સામે આવતા જ ટ્રસ્ટીઓ અને શિક્ષકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ સ્કૂલમાં સરકારી ગ્રાન્ટ તેમજ પગાર પણ શિક્ષકો દ્વારા લેવામાં આવતો હતો. સ્કૂલની હાલત ખખડધજ હાલતમાં છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ બંધ હોવાની વિગતો મળી રહી છે.

આ સમાચાર શેર કરો