મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં પોલીસના સ્વાંગમાં ટોઇંગમાં પણ નકલી ગેંગ, કાર લૉક કરી ઓનલાઇન 'રોકડી'

સામાન્ય રીતે રોડ રસ્તા પર કોઇ ચાલક પોતાની કાર પાર્ક કરીને જાય અને કારના ટાયર પર લોક લાગેલું જોઇને સ્વાભાવિક રીતે આ કાર

અમદાવાદમાં પોલીસના સ્વાંગમાં ટોઇંગમાં પણ નકલી ગેંગ, કાર લૉક કરી ઓનલાઇન 'રોકડી'

સામાન્ય રીતે રોડ રસ્તા પર કોઇ ચાલક પોતાની કાર પાર્ક કરીને જાય અને કારના ટાયર પર લોક લાગેલું જોઇને સ્વાભાવિક રીતે આ કારચાલક આસપાસમાં દંડ ભરવા અને પોતાની ગાડી છોડાવવાના હેતુથી ટ્રાફિક પોલીસને શોધે છે. તે જોવે છે કે વ્હીલ લોક પર એક નંબર લખેલો છે. આ ચાલક જ્યારે એ નંબર લગાવે છે ત્યારે સામેથી ફોનમાં અવાજ આવે છે કે થોડી જ વારમાં હું આવું છું. થોડીવાર પછી આ વ્યક્તિ આવે છે અને મેમો ફાડવાની શરૂઆત કરે છે.

ટોઇંગમાં  નકલી ગેંગથી સાવધાન

આ વ્યક્તિ કહે છે કે ખોટી જગ્યાએ કાર પાર્ક કરવા બદલ આ લોક લગાવવામાં આવ્યું છે અને તમારે આ ગુનાનો એક હજાર દંડ ભરવો પડશે. દંડ ભરવાની પ્રક્રિયા શરૂ કરતાં પહેલા ટ્રાફિક પોલીસના સ્વાંગમાં આ વ્યક્તિ ઓનલાઇન દંડ ભરવા જણાવે છે અને થોડીવારની ગડમથલ પછી ટ્રાફિકના કર્મચારી દંડ ન ભરવો હોય તો 500 લાંચ આપીને વાત પતાવી દેવાની વાત કરે છે. થોડીવાર પછી કારચાલકને થોડી શંકા જતાં તે ઓનલાઇન પાવતી અને ઓનલાઇન પેમેન્ટ માટે સામે દબાણ કરે છે પરંતુ સામા પક્ષે નકલી સ્વાંગમાં આવેલા આ વ્યક્તિ ગભરાઇ જતાં પોતાનું લોક અને કારચાલકનું લાઇસન્સ લઇને ભાગી જાય છે.

છેલ્લા કેટલાંક મહિનામાં ટુ વ્હીલર પર વ્હીલ લોક લઇને ફરતાં કેટલાંક લોકો ટ્રાફિક પોલીસ કે ટોઇંગની સત્તાવાળા હોવાનો દાવો કરીને ગેરકાયદેસર પાર્કિંગ કરતાં લોકો પાસેથી આવી રીતે પૈસા ઉઘરાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

આ રસ્તાઓ પર ફરે છે નકલી ટોઇંગ ગેંગ

ટુ વ્હીલર પર લોક લઇને ફરતાં અને રોડ પર કોઇપણ ગેરકાયદેસર રીતે ઊભેલી કારને લોક કરીને લાંચ લઇને માંડવાળ કરીને કમાણી કરવાનો કીમિયો અજમાવી રહ્યા છે. કોઇપણ પ્રકારના આધારભૂત પુરાવા વિના આ પ્રકારના લેભાગુ તત્ત્વો દ્વારા શહેરના સિંધુભવન રોડ, એસ.જી.હાઇવે પર ટુ વ્હીલર પર આવીને સામાન્ય કારચાલકો સાથે ગેરકાયદેસર દંડ ભરાવવાની જોગવાઇ કરવામાં આવી રહી છે.

મોટાભાગના ચાલકો ગભરાઇ જતાં જ રોકડો વ્યવહાર કરીને માંડવાળ પૂરી કરતાં હોવાથી આ પ્રકારના તત્ત્વોને સરળતા રહે છે. ખરેખર તો ટોઇંગ સ્કવોર્ડમાં એક ક્રેન સાથે એક પોલીસ કર્મચારી હોય છે જે અધિકૃત પાવતી આપે છે.

આ સમાચાર શેર કરો