મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Suratમાં દર્દીઓ સાથે ચેડાં કરતી બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ, 3 મહિનામાં ફરી ખોલી હતી હાટડી

સુરતના મગદલ્લા ગામના ભવાની મોહલ્લામાં ફરી એકવાર બોગસ ડોક્ટરનો પર્દાફાશ થયો છે. ઉમરા પોલીસ અને આરોગ્ય વિભાગ

સુરતના મગદલ્લા ગામના ભવાની મોહલ્લામાં ફરી એકવાર બોગસ ડોક્ટરનો પર્દાફાશ થયો છે. ઉમરા પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડી લલિતા સિંહ નામની મહિલાને ઝડપેલી છે, જે જાતે ડોક્ટર હોવાનો ભ્રમ ફેલાવી દર્દીઓને સારવાર આપતી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ મહિલા ત્રણ મહિના અગાઉ પણ બોગસ ડોક્ટર તરીકે ઝડપાઈ ચૂકી હતી, છતાં તેણે ફરીથી હોસ્પિટલ શરૂ કરી હતી. હોસ્પિટલમાં દર્દીઓને બિનલાયકાતભર્યા ઇન્જેક્શન અને બોટલ ચઢાવીને સારવાર આપતી હતી. આ ફરિયાદના આધારે ઉમરા પોલીસે લલિતા સિંહને "દર્દીના જીવ સાથે ચેડાં કરવાનો" ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગ પણ હવે વધુ તપાસ હાથ ધરવાની તૈયારીમાં છે.

આ સમાચાર શેર કરો