મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: નકલી શાળા બાદ નકલી ડોકટર ઝડપાયો, ફાડદંગમાં 8 પાસ યુવક 1 વર્ષથી ચલાવતો હતો દવાખાનું

રાજકોટમાંથી તાજેતરમાં જ નકલી શાળા ઝડપાઈ હતી. ત્યારે SOG પોલીસે રાજકોટના ફાડદંગ ગામમાંથી નકલી ડોક્ટર ઝડપી પાડયો છે. એસઓજીએ &nb

રાજકોટ:  નકલી શાળા બાદ નકલી ડોકટર ઝડપાયો, ફાડદંગમાં 8 પાસ યુવક 1 વર્ષથી ચલાવતો હતો દવાખાનું

રાજકોટમાંથી તાજેતરમાં જ નકલી શાળા ઝડપાઈ હતી. ત્યારે SOG પોલીસે રાજકોટના ફાડદંગ ગામમાંથી નકલી ડોક્ટર ઝડપી પાડયો છે. એસઓજીએ  હોસ્પિટલના સાધનો, એલોપિથીક દવાઓ, ઇન્જેક્શન સહિત 10,989નો મુદામાલનો કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેર SOG પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે,ફાડદંગ ગામમાં હર્ષદભાઈ ઉર્ફે કાનાભાઈ ચોટલિયા નામનો બોગસ તબીબ દર્દીઓની તપાસ અને સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. આ બાતમીના આધારે એસઓજી પોલીસે ઘટના સ્થળે પહોંચી ડિગ્રી વગરના તબીબનો ઝડપી પાડ્યો હતો. 

5 વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું 

પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે, ભાડાના મકાનમાં છેલ્લા એક વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. તેમજ અગાઉ 5 વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ નકલી ડોક્ટર માત્ર આઠ પાસ હતો. 

હાલ એસઓજીએ  હોસ્પિટલના સાધનો, એલોપિથીક દવાઓ, ઇન્જેક્શન સહિત 10,989નો મુદામાલનો કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો