ફેરપ્લે એપ કેસ: કચ્છ અને મુંબઇમાં 8 જગ્યાએ EDના દરોડા
ફેરપ્લે એપ પર IPL 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગની તપાસ કરી રહેલ EDએ કચ્છ અને મુંબઇમાં 8 જગ્યાએ

ફેરપ્લે એપ પર IPL 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગની તપાસ કરી રહેલ EDએ કચ્છ અને મુંબઇમાં 8 જગ્યાએ દરોડા પાડ્યા છે.
EDએ 25 ઓક્ટોબરના રોજ કચ્છ અને મુંબઇમાં આઠ સ્થળોએ ફેર પ્લે એપ કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડા ક્રિકેટ/IPL મેચના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ અને વિવિધ ઓનલાઇન સટ્ટાબાજીની પ્રવૃતિ સાથે જોડાયેલા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ગેજેટ્સ, સ્થાવર મિલકત સંબંધિત દસ્તાવેજો, જંગમ સંપત્તિ એટલે કે રોકડ, બેંક ફંડ અને ચાંદીની લાકડી જેની કિંમત 4 કરોડ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી 117 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
ફેર પ્લે એપ પર IPL 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગની તપાસ કરી રહેલી EDએ 12 જૂને મુંબઇ અને પૂણેમાં 19 લોકેશન પર દરોડા પાડ્યા હતા. હવે ફરી એક વખત EDએ કચ્છ અને મુંબઇમાં દરોડા પાડ્યા છે. તપાસમાં EDને જાણવા મળ્યું હતું કે ફેર પ્લે એપે IPL ક્રિકેટ મેચને ગેરકાયદેસર રીતે બ્રૉડકાસ્ટ કર્યું હતું. સાથે જ આ એપ્લીકેશનનો ઉપયોગ કરી લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પર પણ સટ્ટાબાજી થઇ રહી હતી.
EDએ ટીમે સર્ચ ઓપરેશન દરમિયાન કેશ, બેન્ક ફંડ, ડિમેટ એકાઉન્ટ અને લક્ઝરી વૉચ મળી છે જેની કિંમત 8 કરોડ રૂપિયા છે. જોકે, EDએ તમામ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે.
આ ઘટનામાં તમન્ના ભાટિયા, સંજય દત્ત અને બાદશાહને પણ સમન્સ મોકલવામાં આવ્યું હતું અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી છે.સાઇબર એપ્લિકેશનની જાણકારી ભેગી કરવામાં આવી તો ખબર પડી કે એપ્લિકેશનને ગૂગલ એડસેન્સના જે પૈસા આવી રહ્યાં છે તે પૈસા પાકિસ્તાન જઇ રહ્યાં છે.








