મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વેરાવળ: પૂર્વ પાલીકા પ્રમુખને જાહેર રસ્તા પર દારૂ પીતા શખ્સોને ઠપકો આપવો ભારે પડ્યો, આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો

વેરાવળ નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અને ફીશ ઉધોગપતિ પિયુષ ફોફંડી પર 3 શખ્સોએ જીવલેણ હુમલો ક

વેરાવળ: પૂર્વ પાલીકા પ્રમુખને જાહેર રસ્તા પર દારૂ પીતા શખ્સોને ઠપકો આપવો ભારે પડ્યો, આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો

વેરાવળ નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અને ફીશ ઉધોગપતિ પિયુષ ફોફંડી પર 3 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. પાલીકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડીએ જાહેરમાં દારુ પીતા  શખ્સોને ઠપકો આપ્યો હતો. ઠપકો આપવા દરમ્યાન મામલો ગરમાયો હતો.

જાહેર રસ્તા પર દારૂ પીતા શખ્સોને ઠપકો આપવો ભારે પડ્યો

વેરાવળના જેન્દ્ર ભૂવન રોડ પર લેમન ટ્રી હોટલ પાસે જાહેર રસ્તા પર ફેજલ ઉર્ફે ફેજુડો અને અન્ય 2 શખ્શો દારુ પીતા હતા ત્યારે તેમને પૂર્વ પ્રમુખે ઠપકો આપ્યો હતો. આ ઠપકાની દાઝ રાખીને ત્રણેય શખ્સોએ ઉશ્કેરાટમાં પિયુષ ફોફંડી પર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી.

આ સમાચાર શેર કરો