સુરત/ ઉનાળાની ગરમીની સાથે રોગચાળામાં વધારો, સિવિલની OPDમાં લાગી લાંબી લાઈનો
સુરતમાં ઉનાળાની ગરમીમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. ત્યારે બીજી બાજુ રોગચાળામાં પણ ગરમીની સાથે વધારો થઈ રહ

સુરતમાં ઉનાળાની ગરમીમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. ત્યારે બીજી બાજુ રોગચાળામાં પણ ગરમીની સાથે વધારો થઈ રહ્યો છે. જેને લઈને સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો થઈ રહ્યો છે. ગેસ્ટ્રોટાઈટીસ અને વાયરલ ફીવર સહિતના કેસો વધુ આવી રહ્યા છે. જેથી સિવિલના તબીબો દ્વારા તડકામાં બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલ ખુલતા સોમવારે જ ઓપીડીમાં એકાએક વધારો થયો હતો. દર્દીઓ અને તેના સંબંધીઓની કેસ પેપર માટે લાંબી લાઈનો લાગી ગઈ હતી. માર્ચ મહિનામાં કુલ 74 હજારથી વધુ ઓપેડીના કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગના 15 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થવાના કારણે રોગચાળામાં વધારો નોંધાયો છે. પેટમાં દુઃ ખાવો, નાક-ગળામાં દુઃ ખાવો અને ઉલટી થવી જેવા કેસમાં વધારો થયો છે.
સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનમાં વધારો થઈ શકે છે. બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ, વધુ પ્રમાણમાં લીંબુ સરબત સહિતના પાણી અને પ્રવાહી પીવા જોઈએ, ખુલ્લા પગે ન ચાલવું જોઈએ. આ પ્રકારના શરીર ડિહાઈડેટેડ રહે તેવા ઉપાયોથી ગરમીની અસર ઓછી થાય છે.






