VIDEO/ AMC શાહપુર ઓફિસમાં બહારથી તાળું મારી અંદર જુગાર રમતા કર્મચારીઓ ઝડપાયા
Ahmedabad News: ગુજરાતભરમાંથી ઠેક ઠેકાણેથી જુગારધામ ઝડપાઈ રહ્યા છે. એવામાં અમદાવાદ મ્યુ
Ahmedabad News: ગુજરાતભરમાંથી ઠેક ઠેકાણેથી જુગારધામ ઝડપાઈ રહ્યા છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જુગાર રમતા કર્મચારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. એએમસી શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં જુગાર રમતા કર્મચારીઓનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ઓફિસ બહારથી તાળું મરાયું હતું અને અંદર જુગાર ચાલી રહ્યો હતો. ઓફિસ ટાઇમમાં કર્મચારીઓ જુગાર રમતાં ઝડપાયા છે. દરિયાપુર વોર્ડના કાઉન્સિલર શેખ સમીરા માર્ટીન વીડિયો બનાવ્યો હતો. પ્રજાની પ્રાથમિક સુવિધાઓ તથા સમસ્યા ઉકેલવામાં કર્મચારીઓનો રસ નથી. એક તરફ આગળથી મસ્ટર ઓફિસ બંધ અને પાછળ દરવાજાથી જુગાર ધામ ચાલે છે.




