મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : વિરાટનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એમ્બ્રોડરીના વેપારીએ કર્યો આપઘાત, બેની ધરપકડ

embroidery trader committed suicide in Viratnagar | Ahmedabad News : અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એમ્બ્રોડરીના વેપારીએ

AHMEDABAD : વિરાટનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એમ્બ્રોડરીના વેપારીએ  કર્યો આપઘાત, બેની ધરપકડ

Ahmedabad News : અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એમ્બ્રોડરીના વેપારીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. વિરાટનગર ચર્ચની પાછળ પદ્મશાળી સોસાયટીમાં રહેતા ડેનિશ પરમાર નામના વેપારીએ બીજી સપ્ટેમ્બરના રોજ ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

મૃતકના ઘરમાંથી પત્નીને સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં વેપારી ડેનીશ પરમારને ત્રણ વર્ષ પહેલા પિતા બિમાર પડતા પૈસાની જરૂર પડતા યોગેશ જૈન પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેમજ પ્રમોદ શાહ પાસેથી 3 લાખ રૂપિયાની લોન કરાવી વ્યાજે લીધા હતા. 

થોડા મહિનાઓથી મંદી હોવાથી વ્યાજ અને પૈસા ભરી શકાતા ન હોવાથી યોગેશ જૈને રસ્તામાં રોકી ધમકી આપી હતી. તેમજ પ્રમોદ શાહ પર તેની સાથે સારો વ્યવ્હાર કરતો ન હોવાનું સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો હતો. જેથી યોગેશ જૈન અને પ્રમોદ શાહ નામના બે વ્યક્તિ દ્વારા વ્યાજના રૂપિયા બાબતે ત્રાસ આપવામાં આવતો હોવાથી જીવન ટૂંકાવ્યું હોય તેવી હકીકત સામે આવતા ઓઢવ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાતા ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ બંને આરોપીઓની ધરપકડ કરી છે. 

પકડાયેલા આરોપીઓમાં યોગેશ જૈન કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હોવાનું સામે આવ્યું છે. તેણે વેપારી પાસેથી ચેક લઈ લીધા હતા અને પ્રોમીસરી નોટ પર સહી પણ કરાવી લીધી હતી, તેવામાં ઓઢવ પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો