મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Surat સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધ દર્દીને 9 કલાક સારવાર ન મળી, રેસિડેન્ટ તબીબોની કામગીરી સામે ગંભીર આક્ષેપ

સતત વિવાદમાં રહેતી સુરત સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ તબીબોની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે. એક

સતત વિવાદમાં રહેતી સુરત સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ તબીબોની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે. એક વૃદ્ધ દર્દી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ તેને દાખલ કરવા માટે નવ કલાકથી વધુનો સમય લાગ્યો હતો. જેના પગલે આ દર્દી મોતના મુખ સુધી પહોંચી ગયું હતું. આ સમગ્ર ઘટનામાં સીએમઓ અને આરએમઓ સુધીનાએ આ દર્દીને દાખલ કરવા માટે કહ્યું હતું છતાં પણ રેસીડેન્ટ તબીબો માન્યા ન હતા. છેવટે તબીબી અધિકારીએ કડક વલણ અપનાવતા દર્દીને દાખલ કરી દીધું હતું. જોકે હાલ તેઓ વેન્ટિલેટર ઉપર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.તો બીજી તરફ સિવિલ તંત્રએ પણ આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂકરી છે.સિવિલમાં અજાણ્યા તરીકે લાવેલ દર્દી ને 8થી 9 કલાક સારવાર નહીં મળતા તે દર્દી ક્રિટિકલ કન્ડીશનમાં પહોંચી ગયું હતું. વારવાર રજૂઆત છતાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટો પોતાની જવાબદારીમાંથી છટકતા અંતે આર.એમ.ઓ એ ટ્રોમા સેન્ટરમાં આવીને આ દર્દીને દાખલ કરાવવું પડ્યું હતું.

આ સમાચાર શેર કરો