કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને શિક્ષણ વિભાગ કરશે ‘સ્પેશ્યલ ભરતી’, નોકરીનો સંપૂર્ણ કાર્યકાળ જિલ્લામાં
શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ માટેની સ્પેશિયલ ભરતીને મંજૂરી આપવામાં આવ

શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ માટેની સ્પેશિયલ ભરતીને મંજૂરી આપવામાં આવી છે. ધોરણ 1 થી 5 માં નવી 2500 જગ્યા ઉપર ભરતી થશે. ધોરણ 6 થી 8 માં 7000 જગ્યાઓ પૈકી 1600 જગ્યાઓ કચ્છ માટે ભરાશે.
કચ્છ જિલ્લામાં 'સ્પેશિયલ ભરતી' તરીકે પ્રાથમિક વિભાગ (ધો. ૧ થી ૫) માં અગાઉ મળેલ 5000 વિદ્યાસહાયકની મંજૂરી સિવાય વધારાની 2500 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધો. ૬ થી ૮) માટે અગાઉ મળેલ 7000 વિદ્યાસહાયકની ભરતીની મંજૂરી અન્વયેની જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે 1600 જગ્યાઓની ભરતી કરવા શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે.




