મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં 10 જગ્યાએ EDના દરોડા, જમાલપુર કાચની મસ્જિદ વકફ ટ્રસ્ટ કેસમાં તપાસ

અમદાવાદમાં 10 જગ્યાએ EDના દરોડા પાડવામાં આવ્યા છે. જમાલપુર કાચની મસ્જિદ વકફ ટ્રસ્ટ કેસમાં એક સાથે 10 જગ્યાએ EDએ રેડ પાડી છે.

અમદાવાદમાં 10 જગ્યાએ EDના દરોડા, જમાલપુર કાચની મસ્જિદ વકફ ટ્રસ્ટ કેસમાં તપાસ

અમદાવાદમાં 10 જગ્યાએ EDના દરોડા પાડવામાં આવ્યા છે. જમાલપુર કાચની મસ્જિદ વકફ ટ્રસ્ટ કેસમાં એક સાથે 10 જગ્યાએ EDએ રેડ પાડી છે. શાહઆલમ નવાબ બિલ્ડર્સના માલિક શરીફ ખાનના ઘરે પણ ED દ્વારા રેડ પાડવામાં આવી છે. ખેડા ખાતે ફાર્મ હાઉસમાં પણ તપાસ કરવામાં આવી છે.

અમદાવાદમાં 10 જગ્યાએ EDની રેડ

કાંચની મસ્જિદ વકફ ટ્રસ્ટના મુખ્ય આરોપી સલીમ જુમ્મા પઠાણના ઘર સહિત 10 જગ્યાએ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના કાકા નવાબ ખાનના દીકરા શરીફ ખાનના ઘરે પણ EDના દરોડા પડ્યા છે.

જમાલપુરમાં વકફની સંપત્તિ પર દબાણ ઉભુ કરાયું હતું

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યા પર કેટલાક શખ્સો દ્વારા દુકાનો બનાવી દેવામાં આવી હતી. આ જમીન વકફ બોર્ડની હોવાનો ખુલાસો થયો હતો જેનો વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. સમગ્ર મામલે કોર્ટે કોર્પોરેશનને આદેશ આપતા ગેરકાયદેસર બાંધકામ કરાયેલી દુકાન તોડી પાડવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો