મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છત્તીસગઢના રાયપુરની ગૌ હત્યાના પડઘા સુરતમા પડ્યા, જય શ્રી રામ સેના સંગઠને કર્યુ વિરોધ પ્રદર્શન

છત્તીસગઢના રાયપુર ખાતે ગૌહત્યાની તસ્કરી થતી હતી. છત્તીસગઢ રાયપુર ખાતે ગૌ રક્ષક હર્ષ મિશ્રાની ધરપકડ કરાઈ છે

છત્તીસગઢના રાયપુરની ગૌ હત્યાના પડઘા સુરતમા પડ્યા, જય શ્રી રામ સેના સંગઠને કર્યુ વિરોધ પ્રદર્શન

છત્તીસગઢના રાયપુર ખાતે ગૌહત્યાની તસ્કરી થતી હતી. છત્તીસગઢ રાયપુર ખાતે ગૌ રક્ષક હર્ષ મિશ્રાની ધરપકડ કરાઈ છે. ગૌ તસ્કરી કરનારનો હર્ષ મિશ્રા દ્વારા પીછો કરાઈ રહ્યો હતો. આ દરમિયાન ગૌ તસ્કરી કરનારા બ્રિજ પરથી કુદકો મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસે પીછો કરનાર જય શ્રી રામ સેના સંગઠનના સભ્ય હર્ષ મિશ્રાની ધરપકડ કરી છે. જેથી સુરતમાં જય શ્રી રામ સેના સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ગૌરક્ષકોને હેરાન કરતા હોવાના આક્ષેપ

સુરતમાં સંગઠનના કાર્યકરો દ્વારા હર્ષ મિશ્રાને મુક્ત કરવા માંગ કરાઇ રહી છે. સૂત્રોચ્ચાર કરી છત્તીસગઢ રાયપુરની ઘટના સામે વિરોધ દર્શાવ્યો હતો. કલેકટરને આવેદનપત્ર પછી રજૂઆત કરી હતી. સાથે જ ગૌરક્ષાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, કાયદાનું પાલન કરવામાં આવે તથા ગૌરક્ષકોને હેરાન કરવામાં ન આવે તેવી વાત કરવામાં આવી હતી.

તાત્કાલિક મુક્ત કરવાની માગ

જયશ્રી રામ સંગઠનના પ્રમુખે કહ્યું કે, અમારા ગૌરક્ષકને ઝડપી લેવામાં આવ્યાં છે. ત્યારે અમે તેમની મુક્તિની માગ કરવામાં આવી રહી છે. જેનું મૃત્યુ થયું છે તેમણે કાયદો તોડ્યો હતો. અકસ્માત સર્જાયો હતો. જેથી અમારા ગૌરક્ષકોને હેરાનગતિ ખોટી રીતે કરવામાં આવી રહી છે. તેથી ગૌરક્ષકને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો