મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreliમાં મોડી રાત્રે ધરા ધ્રુજી; ગ્રામ્ય પંથકમાં 2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે

Amreliમાં મોડી રાત્રે ધરા ધ્રુજી; ગ્રામ્ય પંથકમાં 2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક ધરતી ધ્રુજી ઉઠતા અનેક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગાંધીનગર સ્થિત સિસમોલોજી વિભાગ દ્વારા આ ભૂકંપની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે 12:17 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખાસ કરીને ગીર સરહદને અડીને આવેલા ગામડાઓમાં તેની અસર વધુ જોવા મળી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.0 નોંધાઈ છે. જોકે તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર અત્યાર સુધી મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 44 કિલોમીટર દૂર નોંધાયું છે. ગીર પંથકના ભાડ, ઇંગોરાળા, અને નાના વિસાવદર સહિતના આસપાસના વિસ્તારોમાં લોકોએ સ્પષ્ટપણે ધ્રુજારી અનુભવી હતી.

આ સમાચાર શેર કરો