મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં ચોમાસાની શરૂઆતમાં જ આફત, પટણીવાડમાં જર્જરિત ઇમારતની છત ધરાશાયી

જામનગરમાં પ્રથમ વરસાદે જ જૂની અને જર્જરિત ઇમારતોની વાસ્તવિક સ્થિતિ સામ

તસવીર: GSTV

જામનગરમાં પ્રથમ વરસાદે જ જૂની અને જર્જરિત ઇમારતોની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે. શહેરના પટણીવાડ વિસ્તારમાં આવેલા હુસૈની બાગ હોલની છત અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. સતત વરસી રહેલા વરસાદના કારણે નબળી પડી ગયેલી ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. સદનસીબે ઘટના સમયે હોલમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાએ શહેરની જર્જરિત ઇમારતોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ સમાચાર શેર કરો