મોરબી/ SRP ગ્રુપના ડીવાયએસપી પીધેલી હાલતમાં દેશી દારૂ સાથે ઝડપાયા, અકસ્માત થતાં ભાંડો ફૂટ્યો
હળવદ નજીકથી કચ્છ પૂર્વના ભચાઉ SRP ગ્રુપના ડીવાયએસપી પીધેલી હાલતમાં દેશી દારૂ સાથે ઝડપાયા છે. પીધેલી

હળવદ નજીકથી કચ્છ પૂર્વના ભચાઉ SRP ગ્રુપના ડીવાયએસપી પીધેલી હાલતમાં દેશી દારૂ સાથે ઝડપાયા છે. પીધેલી હાલતમાં કાર ચલાવીને જતા સમયે હળવદ નજીક અન્ય કાર સાથે અક્સ્માત થતાં આ ભાંડો ફૂટ્યો હતો. ડીવાયએસપી સુરેશ સોમજીભાઈ બામનીયા પાસેથી ત્રણ લિટર દેશી દારૂ કબજે કરવામા આવ્યો છે. પોલીસે સુરેશભાઈ પાસેથી રૂપિયા ૧૨ લાખની ક્રેટા કાર અને દેશી દારૂ સાથે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં વાહનચાલકોને લૂંટવા માટેની પરમિટનો પ્રારંભ, 60 કિલોમીટરમાં જ શરૂ થયું ત્રીજું ટોલનાકું
જણાવી દઈએ કે કચ્છ પૂર્વના ભચાઉ SRP ગ્રુપના ડીવાયએસપી સુરેશ સોમજીભાઈ બામનિયા હળવદ પાસેથી પોતાની ક્રેટા કાર સાથે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અન્ય કાર સાથે અકસ્માત થયો હતો. ગાડી ઊભી રહ્યા બાદ પોલીસને બોલાવાતા તેઓ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ કરતાં તેમની પાસેથી 3 લિટર જેટલો દેશી દારુ પકડાયો હતો.
ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂની વાત આવે એટલે હંમેશાં રાજ્યમાં એ ચર્ચાનો વિષય બને છે. ઘણાં વિસ્તારોમાં દારૂ પકડાઈ રહ્યો છે. ત્યારે ખુદ પોલીસ અધિકારી જ દારૂના નશામાં ચૂર હોય તેવી ઘટના બનતાં લોકોમાં ચર્ચાનો વિષય બની છે.






