મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રિવર્સ આવતા ડમ્પરે બાળકને કચડ્યું, દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરક

સુરતમાં રોડ અકસ્માતો સતત વધી રહ્યાં છે. ત્યારે સચિન GIDC વિસ્તારમાં ડમ્પર ચાલકે બેદરકારી દાખવી હતી. જેથી માસૂમ બ

સુરતમાં રિવર્સ આવતા ડમ્પરે બાળકને કચડ્યું, દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરક

સુરતમાં રોડ અકસ્માતો સતત વધી રહ્યાં છે. ત્યારે સચિન GIDC વિસ્તારમાં ડમ્પર ચાલકે બેદરકારી દાખવી હતી. જેથી માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. ડમ્પર ચાલકે રિવર્સ લેતા બાળક કચડાઈ ગયું હતું. જેથી બાળકનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. 

બાળક ત્રીજામાં ભણતું

12 વર્ષીય આશિષ નિષાદને અડફેટે લેતા મોત થયું છે. સચિન GIDCની શિવ નગર ચોકડી પાસે બનેલી આ દુર્ઘટનામાં ડમ્પર ચાલકે રિવર્સ લેતા બાળકને કચડી નાખ્યો હતો. આશિષ નિષાદ પરિવાર સાથે તળંગપુરમાં ગીતા નગર ખાતે રહેતો હતો અને ધોરણ 3માં અભ્યાસ કરતો હતો. દુર્ઘટના બાદ પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાસ્થળે હાજર લોકોએ પણ ડમ્પર ચાલકની બેદરકારી સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

પરિવાર આઘાતમાં

આશિષના પિતા કેશવકુમાર નિષાદ મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુરના વતની છે અને સચિન GIDC વિસ્તારમાં ગીતા નગરમાં રહેતા હતા. તેઓ ચા-નાસ્તાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દીકરાના દુઃખદ મોતથી પરિવાર પર આઘાતનો પહાડ તૂટી પડ્યો છે.મૃતક આશિષના ભાઈ વિનય કુમારે જણાવ્યું હતું કે, સવારે 10:30 વાગ્યે મારો ભાઈ દુકાનથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ડમ્પર ચાલકે રિવર્સ લેતાં તેને કચડી નાખ્યો અને તેનું મોત નીપજ્યું. અમે પોલીસ અને પ્રશાસનને માત્ર એટલું જ માંગીએ છીએ કે આવા બેદરકાર ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

આ સમાચાર શેર કરો