મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Chhota Udaipur: વિકાસના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા; રસ્તો ન હોવાથી સગર્ભાને ઝોળીમાં ઊંચકી 3 કિ.મી. ચાલવું પડ્યું

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કુપ્પા ગામની સગર્ભા મહિલાને પ્રસૂતિનો દ

તસવીર: GSTV

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કુપ્પા ગામની સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુખાવા ઊપડતાં કાચા રસ્તાને કારણે 108 એમ્બ્યુલન્સ ગામે પહોંચી શકી નહીં. પરિવારજનોએ લાકડાની ઝોળી બનાવી તેને ખભે ઊંચકીને 3 કિલોમીટર પગપાળા ચાલીને સાંકડીબારી ગામે પહોંચાડી હતી, જ્યાંથી મહિલાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાઈ હતી.  ત્યારબાદ દુગ્ધા PHCમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો અને બંનેને નસવાડી સી.એચ.સી હોસ્પિટલમાં રેફર કરાયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, સરકાર જલ્દી પાકો રસ્તો બનાવે તો આવી મુશ્કેલી ન પડે. પંચાયતે 13 કરોડ રૂપિયાની દરખાસ્ત કરી છે. અંતરિયાળ વિસ્તારમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી સરકાર પાકા રસ્તા ક્યારે બનાવશે તેવા અનેક સવાલ ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો