Gir Somnath: તંત્રની બેદરકારી, ખુલ્લી ગટરમાં 10 વર્ષનું બાળક પડ્યું, સ્થાનિકોએ જીવ બચાવ્યો
ગીર સોમનાથના તાલાલા-સાસણ રોડ પર વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક મ
ગીર સોમનાથના તાલાલા-સાસણ રોડ પર વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક માસૂમ બાળકનો જીવ જોખમમાં મુકાયો હતો. રોડ કામ દરમિયાન ખુલ્લી રાખવામાં આવેલી ગટરમાં 10 વર્ષનું બાળક અચાનક ખાબક્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. સદનસીબે, સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી બાળકને ત્વરિત બહાર કાઢતા તેનો આબાદ બચાવ થયો છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર, નગરપાલિકા અને PWD વિભાગે સુરક્ષાના કોઈ પણ નિયમોનું પાલન કર્યું નથી. જાહેરનામાની મુદત પૂર્ણ થઈ હોવા છતાં રોડનું કામ અધૂરું છે અને ગટરના ઢાંકણા ખુલ્લા છોડી દેવાયા છે.




