રાજ્યમાં ભારે વરસાદને કારણે આ જિલ્લાની શાળાઓમાં જાહેર કરાઈ રજા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 454 મિ.મી., જામનગરમાં 387 મિ.મી., જામજોધપુરમાં 329 મિ.મી., લાલપુરમાં 324 મિ.મી. અને કાલાવડમાં 284, પોરબંદરના રાણાવાવમાં 292 મિ.મી., રાજકોટના લોધિકા અને દેવભૂમિ દ્વારકાના ભાનવડમાં 268 મિ.મી., રાજકોટના કોટડાસાંઘાણીમાં 261 મિ.મી., દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 260 મિ.મી. અને દ્વારકામાં 251 મિ.મી., પોરબંદરમાં 252 મિ.મી. વરસાદ ખાબક્યો છે.
29 ઑગસ્ટની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતી કાલે (29 ઑગસ્ટે) સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના 21 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ તથા હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ ધ્યાને લઈ આવતીકાલે તા.29/08/2024એ આ જિલ્લાઓની તમામ આંગણવાડી, શાળાઓ અને કોલેજો બંધ રહેશે.
કચ્છ, ખેડા, વડોદરા, રાજકોટ, પોરબંદર જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.








