મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારી: ઓંજલ માછીવાડ ગામમાંથી સંદિગ્ધ હાલતમાં ડ્રગ્સ ઝડપાયું, સિમેન્ટની બોરીમાંથી મળ્યા પેકેટ્સ

રાજ્યમાં અવાનરનાવર પ્રતિબંધિત ડ્રગ્સ સાથે આરોપીઓ ઝડપાતા રહેતા હોય છે. ત્યારે આ

નવસારી: ઓંજલ માછીવાડ ગામમાંથી સંદિગ્ધ હાલતમાં ડ્રગ્સ ઝડપાયું, સિમેન્ટની બોરીમાંથી મળ્યા પેકેટ્સ

રાજ્યમાં અવાનરનાવર પ્રતિબંધિત ડ્રગ્સ સાથે આરોપીઓ ઝડપાતા રહેતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના નવસારીમાંથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  નવસારીના જલાલપોરના ઓંજલ માછીવાડ ગામમાંથી સંદિગ્ધ હાલતમાં ડ્રગ્સ ઝડપાયું છે. પીળા કલરની સિમેન્ટની બોરીમાં આઠ પેકેટમાં ડ્રગ્સ સંતાડવામાં આવ્યું હતું. ગુજરાતમાં ધીમે ધીમે ડ્રગ્સ, ચરસ અને ગાંજા માટે મુખ્ય મથક બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે ડ્રગ્સ, ચરસ અને ગાંજાનો જથ્થો ઝડપાઇ રહ્યો છે

 સિમેન્ટની બોરીમાંથી આઠ પેકેટમાંથી ડ્રગ્સ ઝડપાયું

ડ્રગ્સની બાતમી મળ્યા બાદ જલાલપોર પોલીસ અને નવસારી એલસીબી પોલીસ દ્વારા દરિયાકિનારે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. 

ક્યાંથી આવ્યું તેની તપાસ શરૂ

જલાલપોર મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. FSLની ટીમ દ્વારા ઝડપાયેલું ડ્રગ્સ ક્યાં પ્રકારનું છે, તેની તપાસ  કરી હતી.સુરત, વલસાડ બાદ નવસારીના દરિયાકિનારેથી ડ્રગ્સ મળતા અનેક સવાલ ઉઠ્યા હતા

આ સમાચાર શેર કરો