મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉડતા 'અમદાવાદ'! સતત બીજા દિવસે ઝડપાયું ડ્રગ્સ, આરોપીઓ પાસેથી આ ઘાતક વસ્તુઓ પણ મળી આવી

અમદાવાદમાંથી સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું હતું. ગત રોજ શહેરના નારણપુરામાંથી લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે 5 આરોપીઓ

ઉડતા 'અમદાવાદ'! સતત બીજા દિવસે ઝડપાયું ડ્રગ્સ, આરોપીઓ પાસેથી આ ઘાતક વસ્તુઓ પણ મળી આવી

અમદાવાદમાંથી સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું હતું. ગત રોજ શહેરના નારણપુરામાંથી લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો આજે શહેરના  દાણીલિમડામાંથી 1 કિલો 230 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડ 30 લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ કબ્જે કર્યું છે,

 ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડ 30 લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ કબ્જે કર્યું

આરોપીની દાણીલીમડા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.પોલીસે  ઝિશાન પવલે નામના વ્યક્તિની ધરપકડ કરી છે.આરોપી પાસેથી 2 હથિયાર, 40 જીવતા કાર્ટિજ અને 18 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.'

2 હથિયાર, 40 જીવતા કાર્ટિજ અને 18 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા

  મળતા અહેવાલ પ્રમાણે ડ્રગ્સ અને ઘાતક હથિયાર સાથે ઝડપાયો આરોપી ગુનાહિત ઈતિહાસ  ધરાવે છે અને તેની વિરુદ્ધ અગાઉ લગભગ 8 ગુના દાખલ થયેલા છે.આ સાથે જ બે ગુનામાં આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જુગાર કે દારુનો નહીં..! અમદાવાદમાંથી ઝડપાયો ડ્રગ્સનો અડ્ડો, 'જીગા'ની મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ સ્તબ્ધ

ગત રોજ નારાણપુરામાંથી ઝડપાયું હતું ડ્રગ્સ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જૈન દેરાસરની નજીક આવેલી એલીફંટા સોસાયટીના 14 માળે એસઓજીની ટીમે મંગળવરે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા.

 ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી 5 લોકોની ધરપકડ કરી

આ દરમિયાન સોસાયટીના રહીશ જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાંથી 256.860 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી 5 લોકોની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સની અંદાજે બજાર કિંમત 25થી વધુ હોવાનું અનુમાન છે. આ ડ્રગ્સના કેસમાં 7 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 

ગુજરાત ડ્રગ્સની હેરાફેરી માટેનું 'સિલ્ક રૂટ' બની રહ્યું છે

રાજ્યમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભાજપ સરકાર વાહવાહી લૂંટે છે, પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. આજે ગુજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે.

આ સમાચાર શેર કરો