પાનોલી GIDCમાં નશાનો કારોબાર ઝડપાયો, ગાંજાના જથ્થા સાથે દિયર-ભાભી દબોચાયા
નશાના કારોબાર સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે ત્યારે સુરત રહેતા દિયર અંકલેશ્વર સંજાલી ગામ ખાતે રહેતા ભાભીને

નશાના કારોબાર સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે ત્યારે સુરત રહેતા દિયર અંકલેશ્વર સંજાલી ગામ ખાતે રહેતા ભાભીને ગાંજો આપવા આવ્યો હતો.પોલીસે બાતમીના આધારે બાતા કરોલ બ્રિજથી સંજાલી ગામ તરફ જતા માર્ગ પર ઇન્ડોરમા કંપની પાસે આબાદ ઝડપી પાડ્યા હતા. 1.980 કિગ્રા ગાંજાનો જથ્થો, 3 મોબાઈલ અને બાઈક મળી 54.800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મુદ્દામાલ કરાયો જપ્ત
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં ગાંજાના જથ્થા સાથે દિયર-ભાભીને પાનોલી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સુરત રહેતા દિયર અંકલેશ્વર સંજાલી ગામ ખાતે રહેતા ભાભીને ગાંજો આપવા આવ્યો હતો. ચોક્કસ માહિતી આધારે પાનોલી પોલીસે બાકરોલ બ્રિજથી સંજાલી ગામ તરફ જતા માર્ગ પર ઇન્ડોરમા કંપની પાસે આબાદ ઝડપી પાડ્યો હતો. 1.980 કિગ્રા ગાંજાનો જથ્થો, 3 મોબાઈલ અને બાઈક મળી 54.800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.






