મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ધોરાજીમાં તંત્રની ઘોર બેદરકારી: દિવ્યાંગોની સાધન સહાય ધૂળ ખાઈ રહી છે, કરોડો રૂપિયાનો વેડફાટ

રાજકોટના ધોરાજીમાં સરકારી બાબુઓની બેદરકારીના કારણે કરોડો રૂપિયાના સરકારી નાણાંનો વેડફાટ થયો છે. વર્ષ ૨૦૧૯માં ભારત સરકારની યોજના હેઠળ દિવ્યાંગો માટે આવેલી નવીનક્કોર ટ્રાયસિકલ અને વ્હીલચેર ૬ થી ૭ વર્ષ વીતી ગયા છતાં લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી નથી…..આ તમામ સાધન સામગ્રી ભગવતસિંહજી હાઇસ્કૂલમાં શૌચાલય પાસે ખુલ્લામાં પડી રહીને કાટ ખાઈ ભંગાર બની ગઈ છે. દિવ્યાંગો આજે પણ સહાયની રાહ જોઈ રહ્યા છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને સ્થાનિક આગેવાનોએ આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો છે. પ્રજાના ટેક્સના પૈસા બરબાદ કરનારા બેદરકાર કર્મચારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો