VIDEO: ધોરાજીમાં પાછતરા વરસાદથી ખેડૂતો પાયમાલ
રાજકોટના ધોરાજી પંથકમાં પાછતરા વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકો સંપૂર્ણ નિષ્ફળ જતાં ખેડૂતો મુશ્કેલીમાં

રાજકોટના ધોરાજી પંથકમાં પાછતરા વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકો સંપૂર્ણ નિષ્ફળ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કપાસમાં 'બાફારો' અને 'રાતડ' જેવા રોગ આવતાં ફાલ-ઝીંડવા ખરી પડ્યા છે, જેથી વીઘે ૨૦-૨૫ હજારના ખર્ચ સામે માંડ ૫-૭ મણ જ ઉતારો આવે તેવી સ્થિતિ છે. ખાતરના ડબલ ભાવ અને ટેકાના ભાવની નોંધણીમાં સર્વર તેમજ તંત્રની બેદરકારીથી પરેશાન ખેડૂતોએ તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી વળતર આપવાની માંગ કરી છે.




