મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માધવપ્રિયદાસજીના હસ્તે GSTV APPની યોજનાનો ડ્રો : કલા સ્મૃતિની વેબસાઈટ લોન્ચ

GSTV કેમ્પસમાં આવેલા કલા સ્મૃતિ ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજીના વરદહસ્તે જીએસટીવી એપ્લિકેશનની ઈનામી યોજનાનો ડ્રો

માધવપ્રિયદાસજીના હસ્તે GSTV APPની યોજનાનો ડ્રો : કલા સ્મૃતિની વેબસાઈટ લોન્ચ

GSTV કેમ્પસમાં આવેલા કલા સ્મૃતિ ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજીના વરદહસ્તે જીએસટીવી એપ્લિકેશનની ઈનામી યોજનાનો ડ્રો યોજાઈ ગયો. જેમાં સ્વામીજીએ ચિઠ્ઠી ઉપાડી મોબાઈલ, સ્માર્ટવૉચ, બ્લૂટુથ ઈયરબડ્સ અને ઓફિસબેગ્સના વિજેતાઓના નામની જાહેરાત કરી હતી. આ પ્રસંગે કલા સ્મૃતિની વેબસાઈટ kalasmruti.com પણ તેમણે લોન્ચ કરી હતી. કલારસિકોને કલા સ્મૃતિ દ્વારા આયોજિત કાર્યક્રમોની જાણકારી હવે એક જ ક્લિક પર એક જગ્યાએથી મળી રહેશે.

આ પ્રસંગે આશીર્વચન પાઠવતા માધવપ્રિયદાજીએ જણાવ્યું હતું કે, 'આ ડ્રો મારા હસ્તે થયો એ માટે હું આનંદ અનુભવુ છું. જેમણે ઈનામ જીત્યા છે એમને અભિનંદન અને જેમને ઈનામ નથી મળ્યા એમને મારા વંદન. આ એપ્લિકેશનના માધ્યમથી આપ સૌ વધુને વધુ પુરસ્કારો પ્રાપ્ત કરો એવી હું પ્રાર્થના કરુ છું. તેમણે ઉમેર્યુ હતું કે, કલા સ્મૃતિ એ સ્મૃતિબેનનું માનસ સંતાન છે અને ખુબ અદભૂત રીતે કાર્ય કરી રહ્યુ છે એ જોઈને આનંદ થાય છે. શ્રેયાંસભાઈ નખશીખ સાહિત્યના જીવ છે અને વર્તમાન પત્રો એમનો આત્મા કહેવાય. આપણે અહીં જે કંઈ સર્જન જોઈ રહ્યા છીએ એ એમની પ્રતિભાનું સર્જન છે. અહીં વૃક્ષોનું દીકરાની જેમ જતન થાય છે. શ્રેયાંસભાઈના સ્વભાવમાં જ જીવદયા છે. પ્રાણી-પક્ષીઓને બચાવવા માટે કલ્યાણ જીવાશ્રયના માધ્યમથી તેઓ ખુબ મોટું કામ કરી રહ્યા છે.'

ઉલ્લેખનિય છે કે જીએસટીવી પોતાના દરેક વાચકને એપ્લિકેશન ડાઉનલોડ કરીને વિવિધ ઈનામો જીતવાની તક આપી રહ્યું છે. તમે પણ એપ ડાઉનલોડ કરીને આ ઈનામી યોજનાનો લાભ ઉઠાવી શકો છો. આગામી ડ્રો 9 ફેબ્રુઆરીના રોજ યોજાશે.

ઈનામ વિજેતાઓની યાદી

મોબાઈલ ફોન

રાજન જાની 

સ્માર્ટ વોચ

  • ચૌહાણ અમિત
  • મુકેશ રાઠોડ 
  • ડો.ધર્મેન્દ્ર પરમાર

બ્લ્યુટુથ ઈયરબડ 

  • રાજન રોહિત 
  • દિગ્વિજયસિંહ એન. અટાલીયા 
  • બી. પરમાર
  • નિરાલી ખત્રા 
  • એચ.એસ. પટેલ 

ઓફિસ બેગ

  • કેવિન પટેલ
  • સ્મિત પટેલ
  • સંચિત કોઠારી
  • ભરતભાઈ જાદવ
  • શૈલેષ ઝડફિયા
  • હિના શાહ
  • અરવિંદ રાઠોડ
  • ખીમજી બારડ
  • જયેશ પરમાર

આ સમાચાર શેર કરો