હોળી-ધૂળેટીના તહેવારો નજીક આવતા ફૂડ વિભાગનું ચેકિંગના નામે નાટક શરૂ
હોળી-ધૂળેટીના તહેવારો આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યા

હોળી-ધૂળેટીના તહેવારો આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જામનગર મનપાના ફૂડ વિભાગ ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના પતાસા અને હારડા બનાવતા વિક્રેતાઓને ત્યાં ફૂડ શાખાએ નમૂના લેવાની કામગીરી કરી હતી. આ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
જામનગર શહેરમાં મનપાના ફૂડ વિભાગે ચેકિંગ શરૂ કર્યું હતું. શહેરમાં આવેલા વિવિધ હારડા અને પતાસા વિક્રેતાઓને ત્યાં જઈને ટીમ દ્વારા ચેકિંગ કરીને વિવિધ સેમ્પલ લીધા હતા. આ તમામ નમૂના લઈને સરકારી લેબોરેટરીમાં મોકલ્યા હતા. હવે લેબોરેટરીમાંથી રિપોર્ટ આવશે ત્યારે તહેવારો પૂર્ણ થઈ જશે. દર વખતે તહેવારો આવે ત્યારે આવી રીતે ચેકિંગના નામે નાટક કરવામાં આવે છે. તહેવારો પત્યા પછી જો સેમ્પલ અખાદ્ય હોય તો દંડ વસૂલાય છે. પરંતુ ભોળી પ્રજા તહેવારો પર ધૂમ ખરીદીને ખરીદેલી વસ્તુ પેટમાં પધરાવતી હોય છે અને એની તંદુરસ્તી જોખમમાં મૂકે છે.



