મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગાયકવાડી સમયનો ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો

તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે સોનગઢ તાલુકાનો ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ગાયકવાડી સમયના આ ડેમની સપાટી ઉપર

તસવીર: gstv

તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે સોનગઢ તાલુકાનો ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ગાયકવાડી સમયના આ ડેમની સપાટી ઉપરથી હાલ ૨.૪ સે.મી. પાણી વહી રહ્યું છે, જેના કારણે ડેમમાંથી ૫૭.૯૧ ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યો છે.ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ૧૭ જેટલા ગામોને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર ન કરવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, સિંચાઈ માટે પાણીની સુવિધા મળતા ડેમ સંલગ્ન ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ તંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો