મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સોનગઢના ડોસવાડા ડેમની સપાટી 402 ફુટે પહોંચી, નીચાણવાળા 17 ગામોને કરાયા એલર્ટ

ભારે વરસાદના કારણે નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે. તાપી જિલ્લામાં પડી રહેલા સતત વરસાદને પગ

સોનગઢના ડોસવાડા ડેમની સપાટી 402 ફુટે પહોંચી, નીચાણવાળા 17 ગામોને કરાયા એલર્ટ

ભારે વરસાદના કારણે નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે. તાપી જિલ્લામાં પડી રહેલા સતત વરસાદને પગલે ચેક ડેમો પણ છલકાઈ ચુક્યા છે. ત્યારે સોનગઢ ખાતે આવેલા ગાયકવાડી રાજનો ડેમ પણ તેની પૂર્ણતઃ સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ થઈ કામગીરીમાં જોતરાયું છે. હાલ પણ ડોસવાળા ડેમમાં ભરપૂર પાણીની આવકને ધ્યાનમાં રાખી તંત્રએ સતર્કતાના ભાગરૂપે ડેમ સાથે સંકળાયેલા ગામોને સતર્ક કરાયા છે.

ડેમ 80 ટકા ભરાયો

ડોસવાડા ડેમ આજ રોજ 80% સુધી ભરાઈ ગયો છે. ત્યારે આજે સાંજે 4 કલાક સુધીમાં ડેમની સપાટી 402.07 ફુટ એ પહોંચી છે. ત્યારે ડેમની કુલ સપાટી 405 ફુટ છે. ત્યારે ડેમની સપાટીમાં વધારો થતાં તંત્ર દ્વારા નીચાણ વાળા ગામોમાં એલર્ટ આપવા આવ્યું છે.સોનગઢ તાલુકાના કૂમફવા, ખાંજર, ડોસવાડા, ખરસી, કનાળા, ચોરવાડ, ખંડકાચીખલી, વ્યારા તાલુકાનાં વાઘઝરી, ચીખલી, મુસા, કાનપુરા, પાનવાડી, વ્યારા, કપુરા, અંધરવાડી નજીક, વાલોડ તાલુકાના કમલછોડ, સ્યાદલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો