VIDEO: ખોલવડમાં મહાદેવ મંદિર પ્રતિષ્ઠાના લોકડાયરામાં ડોલરનો વરસાદ
સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામે બુદ્ધેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે લોકડાયરાનું આયોજન
સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામે બુદ્ધેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે લોકડાયરાનું આયોજન કરાયું હતું. આ લોકડાયરામાં જાણીતા કલાકારોએ પર્ફોમન્સ આપ્યું હતું. ખોલવડ ગામે યોજાયેલા ડાયરામાં લોકોએ ડોલરનો વરસાદ કર્યો હતો.
જણાવી દઈએ કે, ખોલવડ ગામે બુદ્ધેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ડાયરો યોજાયો હતો. જેમાં લોક ગાયક વિવેક સાંચલાએ રમઝટ બોલાવી હતી. આ લોક ડાયરામાં ડોલર અને પૈસાનો લોકોએ મન મૂકીને ઘોર કર્યો હતો.




