મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદની દાવેદારીથી શરૂ થઈ ચર્ચા, પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે નોંધાવી ઉમેદવારી

ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ અંતર્ગત મંડળ પ્રમુખ બાદ હવે જિલ્લા પ્રમુખ બનવા માટે કવાયત હાથ ધરાઈ છે. જેના

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદની દાવેદારીથી શરૂ થઈ ચર્ચા, પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે નોંધાવી ઉમેદવારી

ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ અંતર્ગત મંડળ પ્રમુખ બાદ હવે જિલ્લા પ્રમુખ બનવા માટે કવાયત હાથ ધરાઈ છે. જેના ભાગ રૂપે  સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે આજે પ્રક્રિયા કરાઈ હતી. જેમાં કુલ 17 જેટલા ઉમેદવારી પત્ર ભરાતા અનેક ચર્ચા જાગી છે. જેમાં ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલે પણ દાવેદારી કરવા આવતા અનેક ચર્ચા જાગી છે.

આ પણ વાંચોઃ સુરત એરપોર્ટના બાથરૂમમાં આત્મહત્યા, CISF જવાને સર્વિસ રિવોલ્વરથી પેટના ભાગે મારી ગોળી

બપોરે નોંધાવી દાવેદારી 

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે હોડ જામી છે. સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારીઓ સમક્ષ ફોર્મ ભરવા લાઈનો લાગી હતી. જેમાં દોઢ વર્ષના ટૂંકા ગાળામાં જિલ્લામાં કામગીરી કરનાર ભરત રાઠોડ મળી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે કુલ 17 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી. બપોર સુધી 16 ઉમેદવારો એ ઉમેદવારી કર્યા બાદ બપોરે  ચોર્યાસીના બે ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા ઝંખના પટેલ જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચતા અનેક ચર્ચા જાગી હતી. ઝંખના પટેલે પણ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારી કરી હતી.

માંગરોળમાંથી સૌથી વધુ ઉમેદવારી

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પ્રક્રિયા શરૂ કરાઇ હતી. ચૂંટણી અધિકારી જીવરાજભાઈ, સહાયક ડો શિરીષભાઈ ભટ્ટ, સહાયક ચૂંટણી અધિકારી કેતનભાઈ પટેલ તેમજ  કમલેશભાઈ પટેલની ઉપસ્થિતમા કામગીરી કરાઈ હતી. જેમાં સુરત જિલ્લાના તમામ 13 મંડળમાંથી 17 ઉમેદવારોએ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે દાવેદારોએ ઉમેદવારી પત્ર ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમાં સૌથી વધુ માંગરોળ તાલુકામાંથી ઉમેદવારી પત્ર આવતાં અનેક ચર્ચા જાગી હતી.

આ સમાચાર શેર કરો