મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાવીજેતપુર પાસે પૂલ બેસી જતા હાલાકી, ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર એક નાનો પુલ રજવાડી શાસન વખત હતો. તે બેસી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર એક નાનો પુલ રજવાડી શાસન વખત હતો. તે  બેસી જતા ભારદારી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. પાવીજેતપુર તાલુકા મથક ઉપર આવનાર લોકોને હાલાકી પડી રહી છે. મધ્યપ્રદેશ તરફ જતા વાહનોને પણ હવે પાવીજેતપુર તરફનો રસ્તો બંધ થતા 35 કિલોમીટરનો ફેરો થઈ રહ્યો છે. જિલ્લા કલેકટરે આ પૂલની મુલાકાત લીધી છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે આ રજવાડી શાસન વખતના નાના બ્રિજની ચકાસણી કરવામાં કાળજી ના લીધી. અધિકારીઓ અને જિલ્લા કલેકટરને છોટાઉદેપુર જિલ્લાની પ્રજાની પડી ના હોય તે રીતના વહીવટ કરતા હોવાથી પ્રજાને ભોગ બનવું પડે છે. ત્યારે હવે ગુજરાત અને મધ્યપ્રદેશના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જિલ્લા કલેકટરે ભારદારી વાહનો બંધ કરાવ્યા છે.

આ સમાચાર શેર કરો