મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં 17 વર્ષની તરુણીને મદદ માટે ઊભી રાખી છેડતી કરનાર રત્નકલાકારને 200 CCTV ચેક કરી દબોચ્યો

સુરતના વેડ રોડ ખાતે બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી ૧૭ વર્ષની તરુણીન

સુરતમાં 17 વર્ષની તરુણીને મદદ માટે ઊભી રાખી છેડતી કરનાર રત્નકલાકારને 200 CCTV ચેક કરી દબોચ્યો

સુરતના વેડ રોડ ખાતે બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી ૧૭ વર્ષની તરુણીને મદદ માટે રોકવામાં આવી હતી. ત્યારબાદ છેડતી કરનાર ૨૫ વર્ષના અપરણિત શિખાઉ રત્નકલાકારને સિંગણપોર પોલીસે ઝડપી લીધો છે. બોટાદનો 25 વર્ષનો અપરણિત તરૂણીની છેડતી બાદ ચાર કલાક સુધી રખડયો અને એક મહિલાની પણ છેડતી કરી હતી.

ગંદા ઈશારા કર્યા હતા

મૂળ બોટાદનો રત્નકલાકાર તરૂણીની છેડતી બાદ ચાર કલાક સુધી રખડયો હતો. એક મહિલાની પણ છેડતી કરી હતી. સિંગણપોર પોલીસની ચાર ટીમોએ તેને ઓલપાડના ઉમરા ગામમાંથી ઝડપી લીધો હતો. તે પહેલા 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. વેડરોડ ખાતે અઠવાડીયા અગાઉ બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી ૧૭ વર્ષની તરુણીને સોસાયટીના ગેટ પાસે જ 35 થી 40 વર્ષના અજાણ્યાએ પેટ્રોલ લીક થાય છે. કહી બાઈકનું સ્ટિયરિંગ પકડવા અટકાવી હતી. બાદમાં અજાણ્યાએ તેનો હાથ પકડી ગંદા ઈશારા કરી પેન્ટનું બટન ખોલવા જતો હતો. ત્યારે જ તરુણી ત્યાંથી ભાગી છૂટી હતી.

અપરિણત રત્નકલાકારે છેડતી કરી

ઘરે પહોંચેલી તરુણી ગૂમસૂમ બેસેલી હોય તેને જોઈ રનકલાકાર પિતાએ પૂછતાં બનાવની જાણ થયા બાદ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. છેડતી કરનાર અજાણ્યા યુવાનને ઝડપી પાડવા સિંગણપોર પોલીસે બે-બે જવાનોની ચાર ટીમ બનાવી 200 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. ત્યારબાદ છેવટે સંદીપ પ્રવીણભાઈ ગોટીને તેના ઘરેથી ઝડપી લીધો હતો. વરાછા હીરાબાગ ચોકડી પાસે એસ.પી ડાયમંડ ક્લાસીસમાં હીરા કામ શીખવા જતા સંદીપની પોલીસે પૂછપરછ કરતા તે અપરણિત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જે ફૂટેજ ચકાસ્યા હતા. તેમાં તે તરૂણીની છેડતી બાદ ચાર કલાક સુધી જુદાજુદા વિસ્તારમાં ફરતો અને મહિલા કે યુવતી દેખાય તો તેની પાછળ જતો નજરે ચઢ્યો હતો.તેણે અન્ય વિસ્તારમાં એક મહિલાની છેડતી પણ કરી હતી.

આ સમાચાર શેર કરો