મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video : ધોળીધજા ડેમથી સૌની યોજનાનો પ્રારંભ, સુરેન્દ્રનગરમાં જળસમસ્યાનો અંત

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં 2 હજાર 500 ક્યુસેક પાણીની આવક થઈ છે... નર્મદા ડેમના દરવાજા

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં 2 હજાર 500 ક્યુસેક પાણીની આવક થઈ છે... નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવતા તમામ કેનાલો હાઈ-લેવલ પર પહોંચી છે.. ઢાંકી પંપિંગ સ્ટેશનમાંથી ધોળીધજા ડેમમાં પાણી ઠાલવામાં આવી રહ્યું છે. .. ધોળીધજા ડેમ મારફતે સૌની યોજના અંતર્ગત 600 ક્યુસેક પાણીની જાવક શરૂ કરવામાં આવી છે. .. ડેમની જળસપાટી જાળવી રાખવા તંત્રએ ડેમ સાથે જોડાયેલી કેનાલોમાં પાણી છોડવાનું શરૂ કર્યું છે. . વાંસલ અને ત્રિવેણીઠાગા ડેમ ફરી ઓવરફ્લો થયો છે.. ધારી, નાયકા તેમજ વડોદ સહિતના ડેમો 90 ટકા ભરાતા પાણીની સમસ્યાનો સુરેન્દ્રનગરમાં અંત આવશે..

આ સમાચાર શેર કરો