મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગાંધીનગરના સાંતેજ 'મંડળી' ગરબામાં ખુલ્લી તલવારો સાથે ધીંગાણું: ખેલૈયાઆેમાં નાસભાગ

ગાંધીનગરના સાંતેજ ખાતે આવેલા 'મંડળી' ગરબા મહોત્સવમાં વિના પાસે પ્રવેશ મેળવવા બાબતે ગરબા ગ્રાઉન્ડ બહાર ખુલ્લી તલવારો લહેરાતા ભારે ધીંગાણું અને નાસભાગ મચી ગઈ હતી. હજારો રૂપિયાના પાસ ખરીદીને ગરબે ઘૂમવા આવેલા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સિક્યુરિટી સ્ટાફ દ્વારા વિના પાસે પ્રવેશતા શખ્સોને રોકતા મામલો ઉગ્ર બન્યો હતો અને સિક્યુરિટીએ પણ તલવારો ઉગામી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ સાંતેજ પોલીસ અને LCBની ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો