મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નવરાત્રિના અંતિમ દિવસે અંબાજીમાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર, રાજવી પરિવારનો યોજાશે હવન

આસો નવરાત્રિના અંતિમ દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. આ ખાસ નિમિત્તે મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શન કરવા પહોંચ્યા છે. મંદિરમાં બીજા નોરતાથી આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી થાય છે, જેમાં એક મંગળા આરતી ગર્ભગૃહમાં અને બીજી મંગળા આરતી જવેરાની ઘટ સ્થાપના પાસે કરવામાં આવે છે. મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આ આરતીઓ કરવામાં આવે છે અને સિદ્ધિવિનાયક મંદિરની આરતી બાદ માતાજીની આરતી શરૂ થાય છે. આ પવિત્ર અવસરે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત, અંબાજી મંદિરમાં રાજવી પરિવાર દ્વારા ખાસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રાજવી પરિવાર હવનમાં શ્રદ્ધાપૂર્વક હાજરી આપશે.

આ સમાચાર શેર કરો