Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Without electricity, the crops of the farmers of Dwarka withered, fierce agitation!

VIDEO: વીજળી વગર દ્વારકાના ખેડૂતોનો પાક મુરઝાયો, ઉગ્ર આંદોલનની ચીમકી!

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દ્વારકા રૂરલ સબ ડિવિઝન હેઠળના ટેકરી અને મીઠી ખારી ફીડર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અનિયમિત અને અપૂરતા વીજ પુરવઠાને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલ ખેતીની મહત્વપૂર્ણ સિઝન ચાલી રહી છે અને વરસાદ ખેંચાતા પાક બચાવવા સિંચાઈ જ એકમાત્ર વિકલ્પ છે, ત્યારે જ વીજળી ગુલ થતાં ઊભો પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં ફીડર સેન્ટરના અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને ગંભીર ઉદાસીનતા દાખવી રહ્યા છે. લોકપ્રતિનિધિઓએ પણ તંત્રને આડે હાથ લેતા ચીમકી ઉચ્ચારી છે કે જો આ ગંભીર સમસ્યાનું તાત્કાલિક કાયમી નિરાકરણ લાવીને પૂરતો વીજ પુરવઠો શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.

App Store