મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હળવદ: વીજળીના ધાંધીયા સામે ખેડૂતોનો હલ્લાબોલ

હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વીજળી ગુલ થવાની સમસ્યાથી કંટાળીને ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં ઉગ્ર

તસવીર: gstv

હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વીજળી ગુલ થવાની સમસ્યાથી કંટાળીને ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો. હાલ વરસાદ ખેંચાયો હોવાથી કપાસ અને મગફળી જેવા પાકોને પિયતની તાતી જરૂરિયાત છે, પરંતુ આકદેશ્વર ફિડરમાં પૂરતી વીજળી ન મળવાથી કિડી, ઈગોરાળા અને અજિતગઢના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના મતે વીજળીના આ ધાંધીયાને કારણે આશરે ૫ હજાર વીઘામાં પાક સુકાઈ જવાની અને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વારંવાર વીજળી કપાઈ જવાથી પિયતનું કામ અટકી પડતા ખેડૂતોએ તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો