Video: ઓખામાં નિર્માણાધીન જેટી ફરી દુર્ઘટનાગ્રસ્ત; ત્રણ કામદારોનો બચાવ, અગાઉ બે નો લેવાયો હતો ભોગ
દેવભૂમિ દ્વારકાના ઓખામાં કોસ્ટ ગાર્ડ જેટીની કામગીરી દરમ્યાન તેનો એક ભાગ પાણીમાં ધસી પડતાં કામદારોના જીવ તાળવે ચોંટ્યા હતા, જો કે નેવી અને મરીન પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી લોકોને બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.
ત્રણ કામદારોને બચાવી લેવાયા
પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના ઓખામાં કોસ્ટ ગાર્ડ જેટીના કામમાં ફરી અકસ્માત થયો છે. જેટીનો નિર્માણાધિન એક હિસ્સો પાણીમાં ધસી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓખામાં કોસ્ટગાર્ડ જેટીનું કામ BMS કંપની દ્વારા કરવામાં આવ્યું છે. અચાનક જેટીનો હિસ્સો દરિયામાં પડી જતા કામદારોના જીવ તાળવે ચોંટી ગયા છે. સદનસીબે ઓખા નેવી અને મરીન પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ ત્રણ કામદારોને બચાવી લેવાયા છે અને તેમને સારવાર અર્થે મીઠાપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ પણ આજ જેટી પર ક્રેઈન તૂટી પડતા બે કામદારોના મૃત્યુ નીપજ્યા હતા.

